માનનીય મુરબ્બીઓ તથા વ્હાલા જ્ઞાતિજનો સર્વેને જય શ્રી કૃષ્ણ
શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરી રહ્યો છું ત્યારે આજરોજ ૩૮મા જીવનસાથી સંમેલન માં આવકારતા આનંદ ની લાગણી અનુભવું છું.
દર વર્ષે શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ દ્વારા નિત નવી પ્રલાણી થી કાર્યક્રમ યોજવામાં આવે છે. તેમ ચાલુ વર્ષે ઓનલાઇન મેરેજ બ્યુરો ની શરૂઆત કરીએ છીએ.
કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે યુવક-યુવતીને તેમના જીવનસાથીની પસંદગી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ. વર્ષ ૨૦૨૧- 2022 ના મારા સાથી વહીવટી ઉપપ્રમુખ શ્રી રોનકભાઈ, કાર્યક્રમના ઉપપ્રમુખ સ્નેહલભાઈ,
ipp ચિરાગભાઈ, માનદ મંત્રી શ્રી પ્રશાંતભાઈ અને સર્વે હોદ્દેદારો શ્રી તથા કારોબારી સભ્યોને આવકારું છું. વૈષ્ણવ-વણીક યુવક-યુવતી ને સમાજમાંથી જીવનસાથી ની પસંદગી કરવાનો મોકળો અવકાશ મળે તે હેતુથી, આ વર્ષથી online જીવનસાથી સંમેલન ની શરૂઆત કરીએ છીએ. તો આપના સહકારની અપેક્ષા રાખું છું.
"નબળા મનના માનવીને રસ્તો નથી જડતો,
અડગ માનવીને હિમાલય પણ નથી નડતો" આમ તબક્કાવાર આયોજન બંધ જીવનસાથી સંમેલન ની ઐતિહાસિક ઘડીના સાક્ષી બની શું, કોઈપણ કાર્ય આરંભવું સહેલું છે. પણ એક નિર્ધારિત લક્ષ્ય અને દિશામાં પૂરું કરવું પડકાર છે. આપ સર્વેના સાથ સહકાર થી આ પડકારને સાર્થક કરવા શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ કટિબદ્ધ છે. આપણે સૌ સાથે મળીને તન-મન-ધન ની શક્તિથી ખડાયતા ના આ બીજને વટવૃક્ષ બનાવીએ અને ભાવિ પેઢી માટે એક ઉત્તમ આદર્શ પૂરો પાડી સમાજ પ્રત્યે આપણું શ્રેષ્ઠતમ ઉત્તરદાયિત્વ નિભાવીએ. મારા વ્યવસ્થાપક સમિતિના સભ્યશ્રી આજ્ઞા પાલનતા તત્પરતા અને કાર્ય કરવાની લગન ના આ ત્રણ ગુણો ની લાક્ષણિકતા છે.
કાર્યક્રમને સફળ બનાવવા મારા શબ્દોને આદેશમાં માનનાર શ્રી આશિતભાઈ, શ્રી પાર્થભાઈ, શ્રી વિશાલભાઈ, શ્રી કેયુરભાઈ ની કામગીરી નોંધપાત્ર છે.
શ્રી કોટિયર્ક પ્રભુની પ્રસન્નતા હોય તો જ આ કાર્ય શક્ય બને, અશક્ય ને શક્ય બનાવવું એજ તો ખડાયતા જ્ઞાતિ નું ખમીર છે.
આવો આ ઐતિહાસિક ઘડીના આપણે સૌ સાક્ષી બનીએ.
પ્રશાંત શાહ ના સૌને
જય કોટિયર્ક, જય ખડાયતા અને જય શ્રી કૃષ્ણ