કોઈ પણ સમાજ વ્યવસાયની સંરચના માં યુવાનોની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે યુથ એ જે તે સમાજ વ્યવસાય નું ચાલક બળ એટલે કે ગ્રોથ એન્જિન હોય છે વિશ્વ પર આવજ બૌદ્ધિક યુવાધનની કાર્યરત સંસ્થા એટલે શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદ.
અસભ્ય પર સભ્યના વિજય ની ઊજવણીનો દિવસ એટલે વિજય દશમી, એટલે ભગવાન શ્રી રામ દ્વારા રાવણને પરાજિત કરી સીતા મૈયા ની મુક્તિનો પવિત્ર દિવસ, દશેરાના શુભ દિવસે 19/10/1980 ના રોજ "શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદની" સ્થાપના, નડિયાદ મુકામે કરવામાં આવી. પિતા અનુભવી, સમાજ ક્ષેત્રના દિધ દ્રષ્ટા અને વિવિધ સંસ્થાના સક્રિય એવા શ્રી કિરીટભાઈ આર શાહ તથા તેમની ટીમ દ્વારા સમસ્ત ખડાયતા ના તમામ એકડા ને એકસૂત્રતા માં બાંધી "યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ" ના કાર્યક્ષેત્ર ને અમલીકરણમાં મૂકી "શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ" નડિયાદની સ્થાપના કરાઈ. જેમાં સમસ્ત ખડાયતા જ્ઞાતિના ૨૨થી વધુ એકડા અને સંમતિથી કરી 21 થી ૪૫ વર્ષની વયના યુવાનોને સંસ્થાના કાયમી સભ્ય બનાવી સંસ્થાના માધ્યમથી થતા વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બનાવી ખડાત આ યુવાનોના કાર્યક્ષેત્રને વિસ્તારવામાં આવ્યું.
વિદ્યાર્થી પરિષદ માંથી સમાજ વ્યવસાયમાં રસ અને રૂચિ ધરાવતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપી સમસ્ત ખડાયતા યુવા સમાજ ના પરિવારનો વિસ્તાર કરાયો. શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ, નડિયાદનું પોતાનું બંધારણ અમલીકરણ માં છે, જે બંધારણની અનુસરીને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીઓ, કોષાધ્યક્ષ, ઓડિટર અને મહત્તમ 25 સભ્યોની સમિતિ હોદ્દેદારો સહિત, કારોબારી સાથે કાર્યરત છે. જે સમિતિ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન સમસ્ત ખડાયતા યુવાનો માટે વિવિધ પ્રકારના વિકાસ લક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નું કાર્યો વર્ષ સરકારી નીતિ નિયમ મુજબ એપ્રિલ થી માર્ચ સુધી અમલીકરણમાં છે. જે મુજબ નિયમિત પણે ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષીક ઓડીટ હિસાબો સમિતિની મંજૂરી થી સામાન્ય સભ્યો ની વાર્ષિક સભામાં મંજૂર કરવામાં આવે છે.
શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ, નડિયાદના સ્થાપક પ્રમુખશ્રી બાદ નામાંકિત વ્યક્તિત્વ કે જીવો એ સમાજની સભ્ય સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ જાહેર ટ્રસ્ટો માં કાર્યરત છે તેવા જવાબદાર યુવા જ્ઞાતિજનોએ જેથી સમય સંસ્થાનું સુકાન સુમેરે સંભાળી પોતાના સમયકાળ દરમ્યાન સમસ્ત ખડાયતા ના યુવાનો માટે વિવિધ કાર્યક્રમનું સફળ આયોજન કરેલ છે.
શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ નડિયાદ દ્વારા સમગ્ર ખડાયતા જ્ઞાતિના યુવક યુવતીઓ નો મેરેજ બ્યુરો, શૈક્ષણિક ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ, વિવિધ ટ્રેનિંગ કાર્યક્રમો, ખડાયતા ક્રિકેટ કપ ઉપરાંત વિવિધ યુવાનો ના સંયોગી વિકાસના કાર્યક્રમોનું આયોજન જે તે વર્ષના પ્રમુખ તથા તેમના હોદ્દેદારો અને કાર્ય સમિતિ ના સભ્યો દ્વારા કરવામાં આવી છે. સંસ્થા પાસે વર્તમાન સમયમાં કુલ 1000 કરતાં પણ વધારે સભ્ય સંખ્યા છે તથા સંસ્થાનું પોતાનું આશરે 2500000 રૂપિયાનું સ્વભંડોળ છે. સમયાઆંતરે બંધારણમાં સુધારા વધારા કરતા સભ્ય ની વય મર્યાદા વર્તમાન સમયમાં ૨૧ થી ૫૦ વર્ષની કરાયેલ છે, તથા બદલાતા સમયની માગને અનુસરતા સંસ્થા સૌપ્રથમ વખત ખડાયતા જ્ઞાતિ સાથે વૈષ્ણવ વણિક પરિવાર ને સાંકડી ઓનલાઇન મેરેજ બ્યુરો નું સુંદર આયોજન કરેલ છે, જેમાં પોતાની પસંદગીના જીવનસાથી મેળવવા સમગ્ર ખડાયતા/ વૈષ્ણવ જ્ઞાતિના યુવકો- યુવતીઓ ને રીમોટલી વિશાળ માધ્યમ મળી રહેશે. સંસ્થા પોતાની વેબસાઇટ પણ લોન્ચ કરી રહી છે, બદલતા સમયની માગને સમજી શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ, નડિયાદ ના વર્તમાન પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ પરીખ, હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યોને સંસ્થાના કાર્યક્ષેત્ર ને વેગવંતુ બનાવવા અલગ પ્રયત્ન કરવા બદલ વિશેષ અભિનંદન.
આવો સમસ્ત ખડાયતા જ્ઞાતિના તમામ યુવાનો ના વિકાસ અર્થે કાર્યકર બની "યુવા વિકાસ દ્વારા જ્ઞાતિ વિકાસ" ને ધબકતું રાખી "શ્રી સમસ્ત ખડાયતા યુવા સમાજ" નડિયાદ ની વધુ વેગવંતુ બનાવી આપણી સંસ્થા ના વ્યાપમાં વધારો કરો વધુમાં વધુ યુવાનો ને સંસ્થા સાથે સાંકડી સાંકડીએ. સંસ્થાની કાયમી સભ્ય ફી માત્ર રૂપિયા 500 છે, તો આવો બાકી રહેલ સમસ્ત ખડાયતા જ્ઞાતિના યુવાનો સંસ્થાની વિચારધારામાં સહભાગી થઈ, સૌને સાથે રાખી, સૌના સર્વાંગી વિકાસ અર્થે કાર્યરત બની આપણા ખડાયતા યુવાનોને રસ રુચિ ધરાવતા વિવિધ કાર્યક્રમોનું સાથે મળી આયોજન કરીએ. આપનું કાર્યક્રમ અંતર્ગત સૂચન પણ આવકાર્ય છે.....
જય ખડાયતા, જય શ્રી કૃષ્ણ.